Friday, 22 July 2022

સરગવાના આ ચમત્કારી ફાયદા

 



મિત્રો સરગવા વિશે તો આપણે બધા જાણીએ છીએ તેનું વૈજ્ઞાનિક નામ મોરિંગા ઓલિફેરા છે મિત્રો સરગવા શીંગોની શાકભાજી લગભગ દરેક ઘરમાં બનાવવામાં આવે છે અને તેનો સ્વાદ પણ ખોરાકમાં સારો હોય છે પરંતુ શું તમે જાણો છો કે સરગવાનુ ફળ અને તેના ઝાડ સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદાકારક છે મિત્રો તેમાં પ્રોટીન, એમિનો એસિડ્સ, બીટા કેરોટિન અને વિવિધ ફિનોલિક હોય છે અને તેના પાંદડા પણ તાજા અથવા પાઉડર સ્વરૂપમાં ખોરાકના પૂરક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે મિત્રો તમને જણાવી દઈએ કે સરગવા ના ફૂલથી લઈને સરગવાના પાંદડા પણ આરોગ્ય માટે સારા હોય છે.




મિત્રો સરગવાના ફૂલો, શીંગો અને પાંદડાઓમાં ઘણા બધા પોષક તત્વો હોય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના માર્ગદર્શન હેઠળ દક્ષિણ આફ્રિકાના ઘણા દેશોમાં કુપોષણવાળા લોકો માટે સરગવાનો આહાર તરીકે ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી મિત્રો તમારા આહારમાં વનસ્પતિ શાકભાજી ઉમેરો અને તેનો લાભ લો મિત્રો આયુર્વેદમાં સરગવાને 300 રોગોની સારવાર માટે બતાવવામાં આવ્યો છે મિત્રો સરગવાના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે અને છાલનાં પાન, ગમ, મૂળ વગેરેમાંથી આયુર્વેદિક દવાઓ તૈયાર કરવામાં આવે છે મિત્રો સર્જવાને ઘણા રોગોને દૂર કરે છે અને શરીરના દરેક ભાગને મજબૂત પણ કરે છે કારણ કે તેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે.




મિત્રો જો કોઇને હાઇ બ્લડપ્રેશરની બિમારી છે તો તેવા દર્દીઓને સરગવાના પાનનો રસ મેળવીને ઉકાળો બનાવી જો તેનુ સેવન કરવામા આવે તો ખુબજ ફાયદો થાય છે આ ઉપરાંત તેનો ઉકાળો પીવાથી ગભરાટ, ચક્કર, ઉલટીમાં પણ રાહત મળે છે મિત્રો સરગવાની શીંગોમાં વિપુલ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે બાળકો માટે ખૂબ ફાયદાકારક છે આ હાડકા અને દાંત બંનેને મજબૂત બનાવે છે અને તેને સગર્ભા સ્ત્રીઓને આપવાથી તેમના થનારા બાળકમા કેલ્શિયમની માત્રા ખુબજ મળે છે અને તેમનુ બાળક સ્વસ્થ છે.

મિત્રો તમને જણાવી દઈએ કે સરગવામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પલેક્સ પુષ્કળ માત્રામાં જોવા મળે છે અને એક રિપોર્ટ મુજબ તેમા દૂધની તુલના કરતા તેમા 4 ગણુ કેલ્શિયમ અને બે ગણુ પ્રોટીન વધારે જોવા મળે છે મિત્રો તે સિવાય સરગવામા પ્રાકૃતિક ગુણોથી ભરપૂર સરગવો એટલા ઔષધીય ગુણોથી ભરપૂર છે કે તેના સિંગોનુ અથાણુ અને ચટણી અનેક બીમારીઓમાંથી છૂટકારો અપાવવામાં મદદરૂપ થાય છે અને આ ફક્ત ખાનારાઓ માટે જ નહી પણ જે જમીન પર તેને લગાડવામાં આવે છે એ માટે પણ લાભકારી છે.


મિત્રો સરગવો જાડાપણું અને શરીરની ચરબી ઘટાડવા માટે સરગવો એક ફાયદાકારક દવા માનવામાં આવે છે મિત્રો સરગવામ ફોસ્ફરસ છે જે શરીરની વધારાની કેલરી ઘટાડે છે અને ચરબી ઘટાડીને જાડાપણું ઘટાડવામાં પણ મદદ કરે છે અને મિત્રો જો કોઈ જુનો ઘા છે તો તે ઘા ઉપર સરગવાના પાંદડાની પેસ્ટ લગાવવામાં આવે છે અને તેને શાકભાજી તરીકે પણ ખાવાથી માથાનો દુખાવામા રાહત મળે છે મિત્રો આ ઉપરાંત સરગવોના સેવનથી લોહી સાફ થાય છે અને આંખોની રોશની વધે છે અને સરગવાની શીંગોનું સેવન કરવાથી મહિલાને ડિલિવરી દરમિયાન પીડા વધારે થતી નથી.

મિત્ર સરગવો પાચન ક્રિયા સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર કરે છે તેમજ જાડા, ઉલટી, કમળો અને કોલાઈટિસ થતા તેના પાનનો તાજો રસ એક ચમચી મધ ને નારિયળ પાણી સાથે લો મિત્રો આ એક ઉત્તમ હર્બલ દવા છે સરગવાના પાનનો પાવડર કેંસર અને દિલના રોગીઓ માટે સારી દવા છે મિત્રો સરગવામાં વિટામિન સી ખુબજ માત્રામા જોવા મળે છે અને વિટામિન સી માથાના ઘણા રોગો સામે લડે છે ખાસ કરીને શરદી જો શરદીને કારણે નાક અને કાન બંધ થઈ ગયા છે તો પછી તમે સરગાવાને પાણીમાં ઉકાળીને તેની વરાળ લો તેનાથી તમને શરદીમા રાહત મળશે.


મિત્રો જે લોકો દિલના રોગી છે તેમણે સરગવાના પાનનો પાવડર કેંસર અને દિલના રોગીઓ માટે સારી દવા છે તેમજ મિત્રો સરગવો આ બ્લડપ્રેશર કંટ્રોલ પણ કરે છે મિત્રો સરગવાનો ઉપયોગ પેટમાં અલ્સરની સારવાર માટે કરવામાં આવે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે સરગવો પેટની દિવાલના પડની રિપેરિંગનુ કામ કરવા માંટે પણ સક્ષમ છે તેમજ મિત્રો સરગવો શરીરમાં ઉર્જાનુ સ્તર વધારવામા પણ ખુબજ ઉપયોગી છે. 




કાગળ ઉદ્યોગ , ટેનિન ઉદ્યોગ, લાખ ઉદ્યોગ, દિવાસળી ઉદ્યોગ, પ્લાયવૂડ ઉદ્યોગ

 કાગળ ઉદ્યોગ : નિલગિરિ, મેલીઓ, અરડૂસો, સુબાવળ, શેતુર, સરગવો, ખાખરો, બાવળ, શીમળો વગેરે


ટેનિન ઉદ્યોગ: બાવળ, શરૂ, અર્જુન, ખાટી આમલી, બહોમીયા, આમળાં વગેરે

લાખ ઉદ્યોગઃ ખેર, બાવળ, પીપળો, કુસુમ, બોરડી વગેરે

દિવાસળી ઉદ્યોગ : અરડૂસી, શીમળો, આંબા, કદમ્બ, સપ્તપર્ણી, સેવન વગેરે વૃક્ષોને આવરી લેવાય



પ્લાયવૂડ ઉદ્યોગ : સેવન, અરડૂસી, સીસુ, સાગ, કદમ્બ, જાંબુ, હળદરવો, આંબો,     પાઈન, બિયો, સાલ બહેડા વગેરે

 

 


 


ખેતર ફરતે વૃક્ષો ઉછેરી આવક વધારો

 

 

દેશમાં ઘણો ઓછો જંગલ વિસ્તાર છે તેને ૩૩ ટકા સુધી લઈ જવા માટે એક માત્ર વિકલ્પ કૃષિ વનીકરણનો અમલ છે. કૃષિ વનીકરણને કારણે હવામાનમાં ફેરફાર ઉપર નિયંત્રણ લાવી શકાય ઉપરાંત કુદરતી સંસાધનોનું પણ રક્ષણ કરી શકાય. કૃષિ વનીકરણ નીતિ-૨૦૧૪ને ભારતના માન.રાષ્ટ્રપતિશ્રીના વરદ હસ્તે ૧૦ મી ફેબ્રુઆરી, ૨૦૧૪ના રોજ ખુલ્લી મૂકવામાં આવી. સ્વતંત્ર કૃષિ વનીકરણ નીતિની ગેરહાજરીમાં કેટલાક નિર્ણય જેવા કે વૃક્ષોને કાપવા, એક સ્થળેથી બીજા સ્થળ લઈ જવા, હયાત વિસ્તરણ પદ્ધતિ, સંસ્થાકીય માળખાનો અભાવ, ગુણવત્તાપૂર્ણ વૃક્ષોના ઉછેરનો અભાવ કૃષિ સેકટરમાં ક્રેડિટ, માર્કેટિંગ, વિમો, કાયદાકીય નિયંત્રણ વગેરેને કારણે કૃષિ વનીકરણમાં વિકાસ કરી શકાય નહી. રાષ્ટ્રીય કૃષિવનીકરણ નીતિ-૨૦૧૪ના કારણે સમગ્ર દેશમાં કૃષિવનીકરણ હેઠળ વિવિધ વૃક્ષોની ખેતીનો સમાવેશ કરી શકાય. લગભગ ૨૦ જેટલા વૃક્ષોની જાતોની કાપણી, હેરાફેરી તેમજ વેચાણ કરવા માટે દરેક જગ્યાએ સમાન માળખુ ઘડી શકાશે. આ નીતિ હેઠળ જે ૨૦ જેટલી વૃક્ષોની જાતોને (પોપલર, નિલગિરિ, મહોગની, અરડૂસો, મેલિઓ, કરંજ, શરૂ, સાગ, નાળિયેરી, સેવન, દેશી બાવળ, ખિજડી, સીમારૂબા, મેજીયમ, સરગવો, સીસમ, અંજન, આમળાં વગેરે) આવરી લેવામાં આવી છે. તેના ઉપર આર્થિક રીતે પોષાય અને જે તે વિસ્તારને અનુકૂળ કૃષિ વનીકરણ પદ્ધતિ વિકસાવી શકાશે. આ વૃક્ષોની જાતની સંપૂર્ણ ખેત પદ્ધતિઓ વિકસાવવી જોઈએ. માન. પ્રધાનમંત્રીશ્રી, ભારત સરકારની ‘હર મેડ પર પેડ'ની હાકલ પ્રમાણે ખેતરની ફરતે વિવિધ વૃક્ષોનું આયોજન કરી વૃક્ષોની સંખ્યા વધારી શકાય. ઉપરાંત આ બહુપયોગી વૃક્ષોમાંથી વધારાની આવક પણ મેળવી શકાય.







    • બે નાળિયેરના વૃક્ષની વચ્ચે એક સરગવો અથવા બે મીઠા લીમડાના વૃક્ષ અથવા એક આંબાનું વૃક્ષ વાવી શકાય.
    • બે આંબા વચ્ચે સરગવો અથવા મહોગનીનું વૃક્ષ ઉગાડી શકાય.
    • ખેતરમાં એક-બે જગ્યાએ વાંસનું ઝૂંડ ઉછેરી શકાય.
    • ખેતરના રસ્તા ઉપર ૧૫ ફૂટના અંતરે જાંબુ, નાળિયેરી, આંબા, ગુંદા, આમળાં, આમલી વગેરે રોપી શકાય.ઉપરાંત બે મોટા વૃક્ષોની વચ્ચે સાગ, નિલગિરિ મહોગનીના રોપા ઉગાડી શકાય. દા.ત. ચીકુ અથવા આંબાના બે વૃક્ષ વચ્ચે સાગને ઉછેરી શકાય.

      • ખેતરમાં ઢોર બાંધવાની જગ્યા પાર્કિંગ અથવા સ્ટોર હાઉસની જગ્યાએ ઉપયોગી વૃક્ષ ઉછેરી શકાય અથવા અશોકવાટિકા ઊભી કરી શકાય.
      • ખેતરમાં પડતર જગ્યામાં નિલગિરિ, દેશી બાવળ, અરડૂસા અથવા સેવનના છોડ ઉગાડી શકાય.
      • ખેતરના શેઢા-પાળા ઉપર ઝડપથી સીધા વધતા વૃક્ષો નીચે સુપ પ્રકારના છોડ ઉછેરી શકાય.
      • ખેતરમાં રહેઠાણની ફરતે અથવા કૂવા બોરની ફરતે વિવિધ ફળફળાદીના વૃક્ષો ઉપરાંત સરગવો, લીંબુ મીઠો લીમડો જેવા વૃક્ષો અને આયુર્વેદિક છોડ પણ ઉછેરી શકાય.




      • કૂદકે અને ભૂસકે વધતી માનવ વસ્તી તથા પશુધનને ઘાસચારો ખવડાવવા માટે વૃક્ષોનું મહત્ત્વ દિનપ્રતિદિન વધતું જાય છે જેથી લીલો ચારો પૂરો પાડતા વૃક્ષો પણ ખેતરની ફરતે ઉછેરી શકાય
      • દા.ત. અંજન, લીમડો, સરગવો, સુબાબુલ વગેરે.
      • દેશના સર્વાગી વિકાસની સાથે પ્રદૂષણ અને ઊર્જાશક્તિની ઉણપની સમસ્યાઓ વધી છે જેથી ઝડપી વિકાસ પામતાં વૃક્ષો ઉગાડી ટૂંક સમયમાં વધુ જૈવિક જથ્થો મેળવી શકાય.




બુદ્ધ ના પાંચ મુખ્ય સિદ્ધાંતો (પંચશીલ સિદ્ધાંતો )

 

બુદ્ધ ના પાંચ મુખ્ય સિદ્ધાંતો (પંચશીલ સિદ્ધાંતો )

૧. જીવહત્યા ન કરવી.

૨. ચોરી ન કરવી.

૩. જૂઠું ન બોલવું.

૪. દારૂ કે બીજાં માદક દ્રવ્યો ન લેવાં.

૫. વ્યભિચાર ન કરવો


બુદ્ધ ધર્મના પંચાંગમાં બુદ્ધપૂર્ણિમા એ અત્યંત પવિત્ર દિવસ છે. એ બૌદ્ધોનો ઘણો અગત્યનો તહેવાર છે. તે ખૂબ ધામધૂમથી ઉજવાય છે. દરેક તહેવારના ખાસ ક્રિયાકાંડ હોય છે. એ તહેવાર ઊજવતા લોકોનાં જીવન, માન્યતાઓ, રિવાજો અને સંસ્કારની આપણને ઝાંખી કરાવે છે.

કોઈને એમ પૂછવાનું મન થાય કે બુદ્ધ પૂર્ણિમા બૌદ્ધધર્મના લોકો શા માટે ઊજવે છે ?

એનો જવાબ બહુ જ સાદો છે ; કારણ કે એ તહેવાર એ ધર્મના સ્થાપક ભગવાન બુદ્ધની જોડે સંકળાયલો છે. જોકે બૌદ્ધધર્મના અનુયાયીઓ દરેક પૂર્ણિમાને પવિત્ર માને છે, પણ વૈશાખ માસની પૂર્ણિમાનું ખાસ મહત્ત્વ છે. કારણ કે એ દિવસે બુદ્ધનો જન્મ થયો હતો, એ દિવસે દિવ્યજ્ઞાનનો પ્રકાશ એમનામાં ઊતર્યો હતો, તેઓ મૃત્યુ પામ્યા ત્યારે નિર્વાણને પણ એ જ દિવસે પામ્યા. આ અદ્ભુત લાગે એવા ત્રણ પ્રસંગો એક જ દિવસે બન્યા હોવાથી બુદ્ધપૂર્ણિમાનો મહિમા અનેક ગણો વધી જાય છે.

બીજા ધર્મોના અનુયાયીઓ ધર્મના સ્થાપકનો જન્મ, એનું મૃત્યુ તથા મહત્ત્વના પ્રસંગોના દિવસો વિધિપૂર્વક ઊજવે છે, જ્યારે બૌદ્ધધર્મના અનુયાયીઓ માટે તો એ ત્રણે પ્રસંગો વૈશાખી પૂર્ણિમાને દિવસે જ બન્યા હોય છે, એટલે એક જ દિવસમાં બધું સમાઈ જાય છે. એ દિવસે તેઓ નાહીધોઈને સફેદ કપડાં પહેરે છે. એ લોકો વિહારોમાં પૂજા કરવા માટે એકઠા થાય છે અને સાધુઓને ભિક્ષા આપે છે. ઘણા તો આખો દિવસ વિહારમાં બુદ્ધના જીવન અને સંદેશાવિષયક વ્યાખ્યાનો સાંભળતાં સાંભળતાં જ વિતાવે છે અથવા ઉપદેશ આપવા માટે સાધુઓને પોતાને ઘેર આવવા આમંત્રણ આપે છે.

 


બુદ્ધ પૂર્ણિમાને દિવસે બૌદ્ધો માંસ ખાતા નથી. તેઓ ગરીબોની સાથે ખીર ખાય છે. જાહેર જગ્યાઓમાં મંડપ બાંધીને ત્યાં પરબ માંડીને લોકોને ચોખું પાણી પૂરું પાડે છે. તે દિવસે દાન કરે છે, તેમાં પશુપક્ષી તરફ પ્રેમ અને મમતાનો સમાવેશ થાય છે.

 


તેઓ પિંજરામાં પૂરાયેલાં પક્ષીઓને ખરીદે છે અને પછી પક્ષીઓને છોડી મૂકે છે. તેવી જ રીતે જે જનાવરોને ખાટકી કતલ કરવા માટે લઈ ગયો હોય છે તે જનાવરોને ખાટકીને પૈસા આપી છોડાવે છે.

 


બુદ્ધપૂર્ણિમાને દિવસે બૌદ્ધો વાંસમાંથી ‘ વૈશાખ વકાત ’ બનાવી એને તારાઓથી મઢે છે અને તેનાથી ઘરને શણગારે છે . કેટલાક લોકો પોતાના ઘરની દીવાલો પર કાગળ અથવા કપડું લગાડીને બુદ્ધ ગૌતમરૂપે જન્મ્યા તે પૂર્વેના એમના અવતારોના જીવનપ્રસંગો જે જાતક કથામાં આલેખ્યા છે તેને આધારે, ચિત્રો ચિતરે છે.


 

જુદા જુદા બૌદ્ધ દેશો આ મહાન દિવસ એમની પોતાની વિશિષ્ટ રીતે ઊજવે છે. શ્રીલંકામાં એ દિવસ આપણે ત્યાં દિવાળી ઉજવાય છે, તેમ જ ઉજવાય છે. ઘેર ઘેર દીવા પ્રગટાવવામાં આવે છે. ગરીબમાં ગરીબ માણસોને ત્યાં પણ તેલનો એકાદ દીવો પ્રગટાવેલો તો દેખાવાનો જ.

 


જાપાનમાં બૌદ્ધોએ આઠમી એપ્રિલને બુદ્ધના જન્મદિન તરીકે નક્કી કર્યો છે. એ દિવસે તેઓ વસંતઋતુનાં ફૂલોનું ચૈત્ય ( મંદિર ) બનાવી તેમાં બુદ્ધની નાની મૂર્તિ પધરાવે છે. તેઓ ખૂબ આદરથી એ મૂર્તિને સ્નાન કરાવી તેને શણગારીને પૂજા કરે છે. 


બ્રહ્મદેશમાં બૌદ્ધો બુદ્ધના માનમાં મહિનાનો એક દિવસ અલગ રાખે છે. બુદ્ધને બોધિવૃક્ષની ( પીપળાનું વૃક્ષ ) નીચે તપ કરતાં દિવ્યજ્ઞાન પ્રાપ્ત થયું હતું તેથી પીપળાને વાવવાનો અને એ વૃક્ષને પાણી પાઈને ઉછેરવાનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવે છે.

 


કવિતામાં, નવલકથામાં, બુદ્ધપૂર્ણિમા દિવસની ઉજવણીની વાતો વિસ્તારથી લખાઈ છે અને બુદ્ધજીવન અનેક ચિત્રોમાં પણ અંકિત થયું છે, કારણ કે બુદ્ધપૂર્ણિમા માત્ર આનંદ માણવાનો જ દિવસ નથી પણ જગતના એક મહાન ગુરુના જીવન અને ઉપદેશ વિષે ચિંતન કરવાનો પણ દિવસ છે. 

 

 

 

ગૌતમ બુદ્ધ ની મધ્યમમાર્ગની પસંદગી અને જ્ઞાનદર્શન.

 

ગૌતમ બુદ્ધ ની મધ્યમમાર્ગની પસંદગી અને જ્ઞાનદર્શન.


એ જ દિવસે સુજાતા નામની એક સ્ત્રીએ એમને ખીરનો કટોરો આપ્યો. એક ઘાસ વાઢતા માણસે સુવા માટે ઘાસની પથારી કરી આપી. ગૌતમે આ બન્ને ભેટોનો સ્વીકાર કર્યો. પછી ધીમેધીમે એમનું શરીર સુધરતું ગયું. એક પીપળાના ઝાડ નીચે એમણે આસન જમાવ્યું અને જ્યાં સુધી પોતાના પ્રશ્નોના જવાબ ન મળે ત્યાં સુધી ત્યાંથી ન ખસવાનો નિર્ણય કર્યો.

એક રાતે, પરોઢ થતાં પહેલાં, જીવનનાં ચાર સત્યોના એમને જવાબ મળી ગયા દુ:ખ અને વેદનાનું અસ્તિત્વ, તેનાં કારણો, એને દૂર કરવાની જરૂર અને તેના ઉપાયો. આમ ગૌતમમાંથી તેઓ ગૌતમબુદ્ધ એટલે કે જેમને જ્ઞાનનો બોધ થયો છે, જેમને પ્રકાશ મળ્યો છે બન્યા. આ એમની પાંત્રીશમી વર્ષગાંઠને દિવસે વૈશાખી પૂર્ણિમાની રાતે બન્યું.



બુદ્ધ ગયાથી વારાણસી પાસે સારનાથ ગયા. ત્યાં પાંચ જણ એમના શિષ્યો બન્યા. એમણે એમને જે સત્યો પોતે પામ્યા હતા તેનું જ્ઞાન આપ્યું. પહેલો સંઘ ( સમૂહ ) સ્થાપ્યો. પછી તો એમણે સતત દૂરદૂરના પ્રદેશોમાં ભ્રમણ કર્યું, એમણે મેળવેલાં સત્યોનો ઉપદેશ આપ્યો. એમનો શિષ્ય – સમૂહ વધતો જ ગયો. એમાં વિદ્વાનો હતા સન્યાસીઓ હતા, રાજાઓ તથા પ્રધાનો હતા.

 

એમણે જેનો ત્યાગ કર્યો હતો એ ગૃહમાં પણ પાછા ગયા પણ આ ભિખ્ખુ આ વખતે પિતાના રાજ્યમાં રાજકુંવર તરીકે નહી પણ ભિખ્ખુ સાધુ તરીકે ગયા. ત્યાં એમના પિતા, સાવકી મા, પત્ની તથા પુત્ર સંઘમાં સામેલ થઈ ગયા.

 



બુદ્ધ પૂર્ણિમા

 

 


 બુદ્ધ પૂર્ણિમાએ ભગવાન ગૌતમ બુદ્ધની જયંતીના રૂપે ઉજવાય છે. આજના દિવસે જ ભગવાન બુદ્ધનો જન્મ અને બૌદ્ધ જ્ઞાન થયું હતું. તેથી બૌદ્ધ ધર્મ અનુયાયીઓ માટે બુદ્ધ પૂર્ણિમાનો દિવસ વિશેષ હોય છે. બુદ્ધ પૂર્ણિમાએ વૈશાખી પૂર્ણિમાના નામથી પણ ઓળખાય છે. વૈશાખ માસની પૂર્ણિમાનું અલગ જ મહત્વ છે. લાખો શ્રદ્ધાળુઓએ આજે હરિદ્વાર, પ્રયાગરાજ અને નાસિકમાં ગંગા આસ્થાની ડૂબકી લગાવે છે,પ્રયાગરાજમાં લોકો ગંગામાં ડુબકી લગાવી ગંગા માંની પૂજા અર્ચના કરે છે. મહામારીના સમયમાં આપડે સૌ પ્રાર્થનાથી અર્ચના કરીશું.

ઘણા વર્ષો સુધી બોધગયામાં બોધિ વૃક્ષ નીચે તપસ્યા કર્યા બાદ જ્યારે ભગવાન બુદ્ધને જ્ઞાાનની પ્રાપ્તિ થઇ તો એ દિવસ આખી સૃષ્ટિ માટે ખાસ બની ગયો, જેને આજે વૈશાખ પૂર્ણિમા નામથી ઓળખવામાં આવે છે. વૈશાખ પૂર્ણિમાને દિવસે ગંગામાં સ્નાનનું અનેરું મહત્વ છે. આ દિવસે ગરીબોને ભોજન કરાવવું અને કપડા દાન કરવું જોઇએ. આ દિવસે બૌદ્ધ ધર્મના લોકો ઘર અને મંદિરોમાં ભગવાન બુદ્ધની મૂર્તિને ધૂપ-દીપ કરી અને મીણબત્તી સળગાવી ભગવાન બુદ્ધની પ્રાર્થના કરે છે. 

માનવામાં આવે છે કે ભગવાન બુદ્ધ વિષ્ણુના ૯માં અવતાર છે. સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એ બૌદ્ધ ધર્મના સ્થાપક છે. ઇ.સ. પુર્વે ૫૬૩માં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાક્ય ક્ષત્રિય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ ૮૦ વર્ષ જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.

મહાભિનિષ્ક્રમણ : ૨૯ વર્ષની ઉંમરે એક દિવસ નગરચર્યા દરમ્યાન તેમણે એક વૃદ્ધ વ્યક્તિ, એક રોગી વ્યક્તિ, એક સડી રહેલ મડદું અને એક સાધુને જોયા. આની તેમના માનસ પર ઊંડી અસર થઈ. જીવનના આ દુ:ખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા તેમણે વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે જીવવા પ્રયાણ કર્યું.

બોધિની પ્રાપ્તિ : સન્યાસી જીવન દરમિયાન આનાપાન-સતી (શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા) અને વિપશ્યના ના અભ્યાસ દ્વારા ૩૫ વર્ષની વયે તેમને બોધિ પ્રાપ્ત થઈ અને તેઓ બુદ્ધ કહેવાયા.

શેષ જીવન :- બોધિ પ્રાપ્ત કર્યા પછીનું જીવન તેમણે લોકોમાં જ્ઞાાનનાં પ્રસાર અને તેમના દુ:ખની મુક્તિ માટે ગાળ્યા.

રાજા સિદ્ધાર્થ - ગૌતમ બુદ્ધની વાર્તા


રાજા સિદ્ધાર્થ - ગૌતમ બુદ્ધની વાર્તા

 


 

એક વાર બગીચામાં બધા રાજકુમાર ફરતાં હતાં ત્યારે આકાશમાં હંસોનું ટોળું નીકળ્યું. હંસોને જોઈને દેવદત્ત નામના રાજકુમારે તીર છોડ્યું. એક હંસની પાંખમાં તીર વાગ્યું અને તે નીચે સિદ્ધાર્થના પગ પાસે આવી પડ્યો. સિદ્ધાર્થે હંસની પાંખમાંથી તીર ખેંચી કાઢ્યું અને હંસને પંપાળ્યો. તેનો ઘા સાફ કરી પાટો બાંધ્યો. હંસ બચી ગયો.
થોડી વાર પછી દેવદત્ત સિદ્ધાર્થ પાસે આવ્યો ને બોલ્યો, હંસ મારો છે. તે મને આપી દે. સિદ્ધાર્થે કહ્યું, હંસ તને નહીં આપું. બંને રાજા પાસે ન્યાય કરાવવા ગયા. રાજાએ સિદ્ધાર્થને કહ્યું, હંસનો શિકાર દેવદત્તે કર્યો છે માટે હંસ દેવદત્તને આપી દે. સિદ્ધાર્થે જવાબ આપ્યો, દેવદત્તે હંસને માર્યો છે જ્યારે મેં હંસને બચાવ્યો છે. હવે આપ ન્યાય કરો. હંસ મારનારનો કહેવાય કે બચાવનારનો?

રાજા સિદ્ધાર્થની વાત સાંભળી ખુશ થયા. રાજાએ કહ્યું, સિદ્ધાર્થ! હંસ તું રાખી લે. તે તારો છે કેમ કે મારનાર કરતાં જિવાડનાર હંમેશા ચડિયાતો લેખાય. આ રાજકુમાર સિદ્ધાર્થ મોટા થઈને ભગવાન બુદ્ધ બન્યા.

શિષ્યએ ગુસ્સે થઈને પૂછ્યું મને પ્રવેશ કેમ ના આપ્યો

 



ક્રોધ આપણા અંગત, આર્થિક, પારિવારિક અને સામાજિક જીવનને બગાડે છે. ગુસ્સામાં સાચા-ખોટાનું ધ્યાન નથી રહેતું અને વ્યક્તિ એવા શબ્દો બોલે છે જેના કારણે સંબંધ તૂટવાની અણી પર પહોંચી જાય છે. ગૌતમ બુદ્ધે તેમના એક શિષ્યને સમજાવ્યું હતું કે ક્રોધ કેવી રીતે નુકસાન કરે છે.



એક દિવસ ગૌતમ બુદ્ધ તેમના શિષ્યો સાથે બેઠા હતા. ગૌતમ બુદ્ધ ખૂબ જ શાંત દેખાતા હતા. ગૌતમ બુદ્ધને આ રીતે જોઈને બધા શિષ્યોએ વિચાર્યું કે કદાચ તથાગત (ગૌતમ બુદ્ધ) ની તબિયત સારી નથી.

શિષ્યોએ ગૌતમ બુદ્ધને પૂછ્યું, ‘આજે તમે આટલા શાંતિથી બેઠા છો. તમારી તબિયત તો સારી છે ને, કે અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે?

શિષ્યોનો પ્રશ્ન સાંભળ્યા પછી પણ ગૌતમ બુદ્ધ કંઈ બોલ્યા નહિ. શાંતિથી બેસી રહ્યા.

તે સમયે એક શિષ્ય બીજા શિષ્યોથી દૂર ઊભો હતો, તેણે ત્યાંથી જોરથી બૂમ પાડી કહ્યું, ‘આજે મને અહીં બેસવાની છૂટ કેમ નથી મળી?’

ગૌતમ બુદ્ધ આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠા હતા. ગૌતમ બુદ્ધ તરફથી કોઈ જવાબ ન મળતાં તે શિષ્યએ ફરીથી જોરથી બૂમ પાડી, ‘મને શા માટે પ્રવેશ આપવામાં આવ્યો નથી?’

આ વખતે ગૌતમ બુદ્ધે પોતાની આંખો ખોલી અને તેમના શિષ્યોને કહ્યું, ‘તે અસ્પૃશ્ય છે. આ કારણે તેને અહીં આવવાની મંજૂરી આપી શકાય નહીં.’


આ સાંભળીને બધા શિષ્યોને આશ્ચર્ય થયું કે ગૌતમ બુદ્ધ ભેદભાવપૂર્ણ વાત કેવી રીતે કરી શકે છે. કેટલાક શિષ્યોએ કહ્યું, ‘આપણા ધર્મમાં જાતિ-સંપ્રદાયનો ભેદભાવ નથી, તો પછી તે અસ્પૃશ્ય કેવી રીતે થયો?’

ગૌતમ બુદ્ધે કહ્યું, ‘આજે તે ગુસ્સે થઈ રહ્યો છે. ક્રોધ આપણા મનને અશાંત કરી મૂકે છે. ગુસ્સો કરવો એ માનસિક હિં-સા-છે. આપણે કોઈપણ પ્રકારની હિં-સા-કરતા નથી. તેથી જ તેણે આજે થોડી વાર આમ જ ઊભા રહેવું જોઈએ.

ગુસ્સે થયેલો શિષ્ય પણ ગૌતમ બુદ્ધની વાત સાંભળી રહ્યો હતો. હવે તેને પોતાના વર્તન પર પસ્તાવો થવા લાગ્યો. તે સમજી ગયો કે અ-હિં-સા ધર્મ છે. ગુસ્સાના કારણે સંબંધો તૂટી શકે છે. તે ગૌતમ બુદ્ધ અને પોતાના સાથીઓથી દૂર થઈ શકે છે. આ પછી તેણે ગૌતમબુદ્ધ અને બધા શિષ્યોની સામે પ્રતિજ્ઞા લીધી કે હવેથી તે ક્યારેય ગુસ્સે નહીં થાય.

બોધ : આપણે પણ ક્રોધથી બચવું જોઈએ. ગુસ્સાને કાબૂમાં રાખવા મૌન પાળવું, ધ્યાન કરવું. ધ્યાન કરવાથી મન શાંત રહે છે અને પ્રતિકૂળ સમયમાં પણ એકાગ્રતા જળવાઈ રહે છે. આપણે ગુસ્સાથી દૂર રહી શકીએ છીએ.



સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ

 


સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એ બૌદ્ધ ધર્મના સ્થાપક છે. ઇ.સ. પુર્વે ૫૬૩માં બુદ્ધનો જન્મ કપિલવસ્તુ નગરીમાં શાક્ય ક્ષત્રિય પરિવારમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધ ૮૦ વર્ષ જીવ્યા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.

પ્રચલિત માન્યતાઓ પ્રમાણે સિદ્ધાર્થ ગૌતમનો જન્મ મૌર્ય રાજા અશોકના શાસનના ૨૦૦ વર્ષ પહેલા થયો હતો. તેઓનો જન્મ પ્રાચીન ભારતના લુમ્બિનિમાં, જે આજે નેપાળમાં છે, થયો હતો. રાજા સુધોધન તેમના પિતા અને રાણી મહામાયા તેમના માતા હતા. તેમનાં જન્મ વખતે અથવા તેના થોડાજ સમય બાદ(૭ દિવસ) માતા મહામાયા/માયાવતી નું અવસાન થયું હતું. એમના નામકરણ વખતે ઘણાં વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી હતી કે એ મહાન રાજા અથવા મહાન સદ્પુરુષ બનશે.


એક રાજકુમાર હોવાથી સિદ્ધાર્થ ગૌતમનો વૈભવી રીતે ઉછેર થયો હતો. ૧૬ વર્ષની વયે તેમનાં લગ્ન યશોધરા સાથે કરવામાં અવ્યા હતા. સમય વહેતા તેમને રાહુલ નામના પુત્રનો જન્મ થયો. જે જોઈએ એ બધું જ હોવા છતાં તેમને એવું લાગતું કે ભૌતિક સુખ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી.


૨૯ વર્ષની ઉંમરે એક દિવસ નગરચર્યા દરમ્યાન તેમણે એક વૃદ્ધ વ્યક્તિ, એક રોગી વ્યક્તિ, એક સડી રહેલ મડદું અને એક સાધુને જોયા. આની તેમના માનસ પર ઊંડી અસર થઈ. જીવનના આ દુઃખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા તેમણે વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે જીવવા પ્રયાણ કર્યું .

સિદ્ધાર્થ સૌ પ્રથમ રાજગૃહ ગયા અને ત્યાં ઘરે ઘરે ભિક્ષા માગી સન્યાસી જીવનની શરૂઆત કરી. મગધ નરેશ બિંદુસારને જયારે આ વાતની જાણ થઈ ત્યારે, તેઓ સિદ્ધાર્થ પાસે ગયા અને પોતાનું રાજ્ય આપવાનો પ્રસ્તાવ મુક્યો. સિદ્ધાર્થે રાજાનો પ્રસ્તાવ નમ્રતા પુર્વક ઠુકરાવ્યો, પણ બોધિ પ્રાપ્તિ પછી સૌ પ્રથમ મગધની મુલાકાત લેવાનું વચન આપ્યું.


મગધ છોડયા પછી સિદ્ધાર્થ આલારા કલામ નામના ગુરૂના શિષ્ય બન્યા. થોડાજ સમયમાં તેઓએ આલારા કલામ દ્વારા શીખવવામા આવતી બધીજ વિદ્યા પર પ્રભુત્વ મેળવ્યુ. પણ સિદ્ધાર્થને આથી સંતોષ થયો નહીં અને તેઓએ ગુરૂ પાસેથી જવાની રજા માંગી. ગુરુએ સિદ્ધાર્થને પોતાની પાસે રહીને અન્ય વિધ્યાર્થીઓને શીખવવાનું આમંત્રણ આપ્યું પણ સિદ્ધાર્થે તેનો નમ્રતા પુર્વક અસ્વીકાર કર્યો. હવે સિદ્ધાર્થ ઉદ્રક રમાપુત્ર નામના ગુરૂના શિષ્ય બન્યા. અહી પણ પહેલા મુજબ જ બન્યું અને સિદ્ધાર્થે ઉદ્રક રમાપુત્ર પાસેથી રજા લીધી.


હવે સિદ્ધાર્થ ઉરુવેલા પહોચ્યાં જ્યાં નિરંજના નદીના કિનારે કૌડિન્ય પોતાના પાંચ સાથીઓ સાથે કઠોર તપસ્યા કરી રહ્યા હતા. હવે સિદ્ધાર્થનો ખોરાક દિવસનું એક ફળ માત્ર હતો. ઘણા સમય સુધી આ રીતે કઠોર તપસ્યા કરવાથી સિદ્ધાર્થનું શરીર ખુબજ નબળું થઈ ગયું. એક દિવસ નદીમાં સ્નાન કરી બહાર આવતી વખતે તેઓ ચક્કર આવવાથી પડી ગયા. હવે સિદ્ધાર્થેને વિચાર થયો જો ભુખથી મરી જઈશ તો ધ્યેયની પ્રાપ્તિ કેવી રીતે થશે. હવે તેઓએ અતિકઠોર તપસ્યા અને એશોઆરામ વચ્ચેનો મધ્યમ માર્ગ અપનાવવાનો નિશ્ચય કર્યો. તેઓએ સુજાતા નામની છોકરી પાસેથી ખીર ખાઈ ઉપવાસના પારણા કર્યા અને નવા જોમ સાથે તપસ્યાની શરૂઆત કરી.


સન્યાસી જીવન દરમિયાન આનાપાન-સતી (શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા) અને [વિપશ્યના] ના અભ્યાસ દ્વારા ૩6 વર્ષની વયે તેમને વૈશાખી પૂર્ણિમા ની રાત્રિએ ,પીપળાના વૃક્ષ ની નીચે બોધિ પ્રાપ્ત થઈ અને તેઓ [બુદ્ધ] કહેવાયા.આ સ્થળ હાલમાં બુધ્ધગયા કે બોધિગયા (બિહાર) તરીકે ઓળખાય છે,ત્યાંથી તેઓ સારનાથ ગયા અને પ્રથમ વખત ઉપદેશ આપ્યો. લગભગ ૪૫ વર્ષ સુધી તેમણે અલગ અલગ જગ્યાએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો.


બોધિ પ્રાપ્ત કર્યા પછીનું જીવન તેમણે લોકોમાં જ્ઞાનનાં પ્રસાર અને તેમના દુઃખની મુક્તિ માટે ગાળ્યા.

ચારિકા કરતા કરતા તેમના અંતીમ દિવસોમાં બુદ્ધ પાવા પહોંચ્યા. ત્યાં તેમણે ચુંદ નામના એક લુહારના ઘરે અંતિમ ભોજન લીધું. તે પછી તેઓ બીમાર પડી ગયા. તે નેપાળની તળેટીના પૂર્વાંચલમાં આવેલા કુસીનારા (હાલનું બિહાર) નગરીમાં પહોંચ્યા અને ત્યાં તેઓ ૮૦ વર્ષની ઉમરે પરિનિર્વાણ પામ્યા. તેમના અંતિમ સમયે પણ તેમણે સુભદ્ર નામના શ્રમણને આર્ય અષ્ટાંગિક માર્ગ સમજાવ્યો અને દીક્ષા આપી. તેમણે આપેલ અંતિમ ઉપદેશ હતો - " સર્વે સંસ્કાર અનિત્ય છે, અપ્રમાદીપણે પોતાના ધ્યેયની સિદ્ધિમાં વળગ્યા રહો."

'બુદ્ધ જયંતી' ને દિવસે ભારત ના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ કહેલું વાક્ય વિશ્વને એક નવી દિશા દર્શાવે એવું છે. એમણે કહ્યું હતું કે, "વિશ્વએ યુધ્ધ અને બુદ્ધ માંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.."

ભારતરત્ન ડૉ ભીમરાવ આંબેડકર એ બુદ્ધ ધર્મ વિશે કહ્યું હતું કે,"મને તે ધર્મ પસંદ છે જે સ્વાતંત્ર્ય, સમાનતા અને ભાઈચારાને શીખવે છે."